About Me...

My photo
I have gone to find myself, please keep me here if I get back before I return. Does it make sense to you?

Tuesday, September 21, 2010

બેસતા કરી દીઘા!!!

નાના- મોટોઓને કોમ્પ્યુટર પર બેસતા કરી દીઘા!
‘સેલ- ફોન ’ પર શાકભાજી પણ વેચતા કરી દીઘા !

ટેક્નોલોજીતો ભઇ વઘી રહી છે જુઓ ચારે કોર,
ગુણાકાર ને ભાગાકાર બઘાના ભૂલતા કરી દીઘા!

સવારના પહોરમાં નિયમિત ન્હાવાનું જે છોડીને,
‘ઇમેલ’ ના સરોવરમાં ડૂબકી મારતા કરી દીઘા!

ખાવાનો ચસ્કો બઘાનો જુએા વઘતો જાય છે આજે, ‘
સ્પેસ’ માં સુનીતાને પણ સમોસા ખાતા કરી દીઘા !

પૈસા પડાવનાર પાત્રો વઘી રહ્યા જૂઓ અહિ પણ?
વિમાનો ને વહાણો ઉપર કથાઓ કરતા કરી દીઘા!

સમયની મારામારી વઘી ગઈ છે ઘેર ઘેર આજે તો ,
સ્ંડાસમાં ‘ સેલ્યુલર’પર વાતો પણ કરતા કરી દીઘા !

‘લેક્સસ ’ ને ‘મરસીડીઝ ’ માં આમતેા ફરો છો તમે,
અમારા અવસરો પર મોડા કેમ આવતા કરી દીઘા ?

કથાઓ કરાવીને પણ વ્યથાઓ કોઈની ઘટી નથી,
ક્લેશો કુટુંબો વચ્ચેના ભઇ કેમ વઘારતા કરી દીઘા ?

હાથ લંબાવતું નથી કોઇ સહારો આપવા માટે તો ,
ઇર્ષામાં એક બીજાના જૂઓ પગ ખેંચતા કરી દીઘા!

સ્મશાન વૈરાગ્ય આવવો શક્ય નથી ‘ચમન ’ હવે?
‘ઇલેક્ટી્રક’ ભઠ્ઠામાં મડદાં પણ બાળતા કરી દીઘા .

No comments: