About Me...

My photo
I have gone to find myself, please keep me here if I get back before I return. Does it make sense to you?
Showing posts with label Gujrati Gazal-Shayari-Kavita. Show all posts
Showing posts with label Gujrati Gazal-Shayari-Kavita. Show all posts

Wednesday, April 20, 2011

મળીએ ચાલ કોઇ એવી સાંજે,
જેની પછી કોઇ રાત ન હોય,
રંગો હોય અને બસ રંગો જ,
રંગો સિવાય કોઇ વાત ન હોય....

- Writer unknown..

Wednesday, March 9, 2011

Varsad Padyo ne Patthar bhinjay Gayo,
Ful Kharyu ne Masuam badlay Gayo,
Kudrat ni te kevi karamat,
Akhi Zindagi prem mira e karyo,
ne kano Radha ma khovai gayo.

Tuesday, September 21, 2010

બેસતા કરી દીઘા!!!

નાના- મોટોઓને કોમ્પ્યુટર પર બેસતા કરી દીઘા!
‘સેલ- ફોન ’ પર શાકભાજી પણ વેચતા કરી દીઘા !

ટેક્નોલોજીતો ભઇ વઘી રહી છે જુઓ ચારે કોર,
ગુણાકાર ને ભાગાકાર બઘાના ભૂલતા કરી દીઘા!

સવારના પહોરમાં નિયમિત ન્હાવાનું જે છોડીને,
‘ઇમેલ’ ના સરોવરમાં ડૂબકી મારતા કરી દીઘા!

ખાવાનો ચસ્કો બઘાનો જુએા વઘતો જાય છે આજે, ‘
સ્પેસ’ માં સુનીતાને પણ સમોસા ખાતા કરી દીઘા !

પૈસા પડાવનાર પાત્રો વઘી રહ્યા જૂઓ અહિ પણ?
વિમાનો ને વહાણો ઉપર કથાઓ કરતા કરી દીઘા!

સમયની મારામારી વઘી ગઈ છે ઘેર ઘેર આજે તો ,
સ્ંડાસમાં ‘ સેલ્યુલર’પર વાતો પણ કરતા કરી દીઘા !

‘લેક્સસ ’ ને ‘મરસીડીઝ ’ માં આમતેા ફરો છો તમે,
અમારા અવસરો પર મોડા કેમ આવતા કરી દીઘા ?

કથાઓ કરાવીને પણ વ્યથાઓ કોઈની ઘટી નથી,
ક્લેશો કુટુંબો વચ્ચેના ભઇ કેમ વઘારતા કરી દીઘા ?

હાથ લંબાવતું નથી કોઇ સહારો આપવા માટે તો ,
ઇર્ષામાં એક બીજાના જૂઓ પગ ખેંચતા કરી દીઘા!

સ્મશાન વૈરાગ્ય આવવો શક્ય નથી ‘ચમન ’ હવે?
‘ઇલેક્ટી્રક’ ભઠ્ઠામાં મડદાં પણ બાળતા કરી દીઘા .

Saturday, September 12, 2009

Gujarati Quote

"જીવન માં એટલી બધી ભૂલો ના કરવી કે પેન્સિલ પેહલા જ રબર ઘસાઈ જાય !!."




Monday, March 9, 2009

મારે ફરી એક વાર શાળએ જવું છે

મારે ફરી એક વાર શાળએ જવું છે

દોડતા જઇને રોજની બાંકડીએ બેસવું છે,રોજ સવારે ઊંચા અવાજે રાશ્ટ્રગીત ગાવુ છે,
નવી નોટની સુગંધ લેતા પહેલા પાને,સુંદર અક્ષરે મારુ નામ લખવુ છે,
મારે ફરી એક વાર શાળએ જવું છે...

રિસેસ પડતાં જ વોટરબેગ ફેંકી,નળ નીચે હાથ ધરી પાણી પીવું છે,
જેમ તેમ લંચબોક્સ પુરું કરી,મરચુ મીઠું ભભરાવેલ આમલી-બોર-જમરુખ-કાકડી બધુ ખાવુ છે,
સાઇકલ ના પૌડાની સ્ટમ્પ બનાવી ક્રીકેટ રમવું છે,
કાલે વરસાદ પડે તો નીશાળે રજા પડી જાય,એવા વિચારો કરતા રાતે સુઇ જવું છે,
અનઅપેક્ષિત રજાના આનંદ માટે...મારે ફરી એક વાર શાળએ જવું છે.

છુટવાનો ઘંટ વાગવાની રાહ જોતાં,મિત્રો સાથે ગપ્પાં મારતાં વર્ગમા બેસવું છે,
ઘંટ વાગતાં જ મિત્રોનું કુંડાળું કરીને,સાયકલની રેસ લગાવતાં ઘેર જવુ છે,
રમત-ગમત ના પિરિયડમાં તારની વાડમાંના બે તાર વચે સરકી બહાર ભાગી જવું છે,
તે ભાગી જવાની મોજ માણવા....મારે ફરી એક વાર શાળએ જવું છે.

દિવાળી ના વેકેશનની રાહ જોતાં,છમાસિક પરીક્ષાનો અભ્યાસ કરવો છે,
દિવસભર કિલ્લો બાંધીને માટીને પગથી તોડી હાથ ધોયા વીના ફરાળની થાળી પર બેસવુ છે,
રાતે ઝાઝા બધા ફટાકડા ફોડ્યા પછી,તેમાંથી ન ફુટેલા ફટાકડા શોધતા ફરવું છે,
વેકેશન પત્યા પછી બધી ગમ્મતો દોસ્તોને કહેવા... મારે ફરી એક વાર શાળએ જવું છે.

કેટલીય ભારે જવાબદારીઓના બોજ કરતાં,પીઠ પર દફતરનો બોજ વગાડવો છે,
ગમે તેવી ગરમીમા એરકન્ડીશન ઓફિસ કરતાં,પંખા વિનાના વર્ગમાં બારી ખોલી બેસવું છે,
કેટલીય તુટફુટ વચ્ચે ઓફિસની આરામદાયક ખુરશી કરતાં,
બેના બાંકડી પર ત્રણ દોસ્તોએ બેસવું છે,
બચપણ પ્રભુની દેણ છે, તુકારામના એ અભંગ નો અર્થ હવે થોડો સમજ મા આવવા માંડ્યો છે,
એ બરાબર છે કે નહીં તે સરને પુછવું છે....મારે ફરી એક વાર શાળએ જવું છે.

આ કવીતા ના કવી નું નામતો નથિ જાણતો હું, પરંતુ આ ક્રુતી માટે એમનો ખુબ ખુબ્ આભાર

Friday, February 20, 2009

શબ્દોની વચ્ચે છોડેલી ખાલી જગ્યા… વાંચી શકીશ?

~~~~~~~

શબ્દોની વચ્ચે
છોડેલી ખાલી જગ્યા…
વાંચી શકીશ?

~~~~~~~

આટલું જાણ્યું સખા ! એ પ્રીત પણ પ્યારી નથી,
સંગ એની એક-બે જો વેદના પાળી નથી.

જો પ્રણયની રાહ તેં આંસુથી શણગારી નથી,
છો સફરમાં હોય તું, પણ એ સફર તારી નથી.

વાંસળીની જેમ વાગી ના શકે તો જાણજે,
છે હજી પણ કૈંક અંદર… સાવ તું ખાલી નથી !

વ્હાલનાં વરસાદમાં પણ સાવ કોરો રહી જશે,
તું નહીં પલળે કદી, જો છતને ઓગાળી નથી.

પ્રેમને ઈશ્વર સમજ ને ભાગ્ય કર તું વ્હાલકુ,
ફર્ક શો છે હાથની રેખા જો હૂંફાળી નથી?!

હોમતી રહે છે મને કાયમ વિરહની અગ્નિમાં,
તોયે તારી યાદને મેં તો કદી ટાળી નથી.

પ્રીત, ઊર્મિ, બેબસી ને દર્દથી સજતી રહી,
જિંદગીને મેં સખા ! કંઈ ખાસ કંડારી નથી.

-’ઊર્મિ’

Tuesday, December 30, 2008

હું થોડા દિવસ હવે તારામાં રહું?

ખોટું ન લાગે તો વાત એક કહું
હું થોડા દિવસ હવે તારામાં રહું?

કામમાં હશે તો હું વાત નહીં માંડું
મૌનમાંય કોઈ દી ના છાંટા ઉડાડું
સમણાંનો કાયદોય હાથમાં ન લઉં… હું થોડા દિવસ…

કોણ જાણે હિમશી એકલતા જામી
વૈદો કહે છે: હૂંફની છે ખામી
કહે છે તારામાં લાગણી છે બહુ… હું થોડા દિવસ …

રોજ એક ઈચ્છા જો સામે મળે છે
આંખોમાં ભીનું થઈ નામ ટળવળે છે
તારામાં તારાથી આગળ નહીં જઉં… હું થોડા દિવસ …

રસ્તામાં પાથરેલ કાંટા જો મળશે
મારી હથેળી પછી પગ તારો પડશે
વેદનાનો ભાર હું એકલો જ સહું… હું થોડા દિવસ…

કહેણ મોસમનું કોઈ મને ભાવતું નથી,
મને સાચકલે મારામાં ફાવતું નથી.
આમ ટીપાની ધાર બની ક્યાં સુધી વહું?… હું થોડા દિવસ…

- મૂકેશ જોશી

હજુયે યાદ છે

એકવેળા આપને મેં દઈ દીધેલું દિલ, હજુયે યાદ છે
ને પછી ભરતો રહયો'તો હોટેલોનાં બિલ, હજુયે યાદ છે

પ્રિયતમ! હા,તારા ચહેરા પર હતા એ ખિલ હજુયે યાદ છે
મારા પૈસે તેં ઘસી બેફામ ક્લેરેસીલ હજુયે યાદ છે

સાયકલ અથડાવીને સોરી કહ્યાની સ્કીલ હજુયે યાદ છે
ને પછીથી સાંપડેલી સેન્ડલોની હીલ હજુયે યાદ છે

માનતો'તો હું કે પૈંડા બે જ છે સંસારરથનાં હું ને તું
ને પાડોશમાં હતા તારાં ઘણાં સ્પેરવ્હીલ હજુયે યાદ છે

-રઈશ મનીયાર

Monday, December 15, 2008

સંભારણું…..


ધરતીને તો આકાશને જ અડવું હતું
નદીને તો માત્ર દરીયાને જ મળવું હતું
ઝરણાંને તો આમ જ વહેવું હતું
મારે તો ફક્ત તારા જ રહેવું હતું…..

રાતરાણી ને તો દિવસે મહેકવું હતું
ચંદ્રને તો ચાંદની માં જ ઓગળવું હતું
અંધકારને તો ઉજાસ માં સમાવવું હતું
મારે તો ફક્ત તારા જ રહેવું હતું……

મનથી તારા મન સુધી જ પહોચવું હતું
તારા વિના મારે ક્યાં જીવવું હતું ???
તારા જ સ્પર્શે તો લજામણી બનવું હતું
મારે તો ફક્ત તારા જ રહેવું હતું……

Sunday, December 7, 2008

લખી તો અમે હતી ગઝલો ઘણી

લખી તો અમે હતી ગઝલો ઘણી,
વહાવી હતી એમાં લાગણીઓ ઘણી,
મોલ ના મળ્યા એના અમને સાચા,
દાદ મળવાની હતી આશાઓ ઘણી,
સમજ્યા માત્ર એને ગઝલ તેઓ,
અમે તો વહાવી'તી ઉર્મિઓ ઘણી...
- Unknown

Wednesday, February 27, 2008

સમય

ઉજાસને ખોબામાં ભરતા મને જોઇને,મુઠ્ઠીભર અંધકાર વેરી ગયો સમય.
રણને તરસથી તરફડતું જોઇને,ઝાંઝવાનાં જળ પીરસી ગયો સમય.
ઝાંકળને પંપાળતા તડકાને જોઇને,આકાશ વાદળીયું કરી ગયો સમય.
તારી ને મારી વચ્ચેની ઇમારતને,પળમાં ધરાશયી કરી ગયો સમય.
જિંદગીને દુ:ખના દરિયામાં ડુબોવીને,સુખનો એક અવસર આપી ગયો સમય.
— ઉર્મિ સાગર